
હરેશ પવાર
ગતરાત્રીના સિહોરના રાજકોટ રોડ ઉપર આવેલ રેસ્ટહાઉસ સામે સામસામે બાઇક ચાલક અથડાતા જેમાં સિહોર તાલુકા પંચાયત પાછળ રહેતા. આશિષ જેસીગભાઈ રાઠોડ ઉ.વ ૨૫ ને ઇજા થતાં તેઓને સિહોર સરકારી હોસ્પિટલ માં સારવાર એર્થે ખસેડવામાં આવેલ. વધુ સારવાર અર્થે ઈમરજન્સી વાહન દ્વારા ભાવનગર ખસેડવામાં આવેલ. આ અંગે સ્થળ પર પોલીસ તંત્ર દોડી ગયેલ આગળ ની કાર્યવાહી પોલીસ કરી રહી છે.