
હરીશ પવાર
સિહોર નગરપાલિકાના વોર્ડ ન.9 જે લીલાપીર વિસ્તાર માં છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન ચોકપ થવાથી ગંદકી નું પાણી રોડ પરથી પસાર થઈ જે ગૌતમી નદી ના ચેકડેમ જે પાણી થી છલોછલ ભરાયેલું હોય અને આ પવિત્રજળ માં ગટર નું ગંદકી પાણી ભળી જતા જેને લઇ સ્થાનિકો આ વિસ્તારમાં ગંદકી ના પાણી લઈ માંદગીના બિછાને હોય અને માખી મચ્છર નો ઉપદ્રવ ને જીવલેણ રોગ નો ભોગ બનતા હોય છે.આ બાબતે સ્થાનિક દ્વારા પાલિકાના ગટર વિભાગ ને અવારનવાર રજુઆત કરવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જો આ બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી આપવામાં આવી હતી.