ગાડી ચલાવવા બાબતે મારામારી થઈ હોવાની વિગતો, બનાવમાં એકને ગંભીર ઇજા

બ્રિજેશગિરી ગૌસ્વામી
સિહોર તાલુકાના વરલ ગામે ગત મોડીરાત્રીના મારામારીનો બનાવ બનતા વરલ ગામમા ભારે ચકચાર મચી જવા પામી હતી બનાવની વિગત એવી છે કે સિહોરના વરલ ગામે ગત મોડિરાત્રીના રોજ ત્રણ ચાર શખ્સો વચ્ચે મારામારી સર્જાઈ હતી છુટ્ટા હાથે મારામારી થતા સુનિલ સોલંકી નામના શખ્સને ગંભીર ઇજા થઇ હતી જેઓને પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવેલ બનાવને લઈ વરલ ગામમા ભારે ચકચાર જાગી છે ગાડી ચલાવવા બાબતે મારામારી સર્જાઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે જોકે આ અંગે પોલીસે પણ ઝીણવટ ભરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here