પત્રકારસંઘનું માળખું બનાવવું..ગામે ગામ અને જિલ્લા મથકે પત્રકારોની મિટિંગો બેઠકો લેવાની પ્રભારી તરીકેની જવાબદારી હરિશ પવારના શિરે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના વરિષ્ઠ અને પીઠ આગેવાન કાર્યકર પત્રકાર હરીશ પવારના શિરે પ્રદેશ પત્રકારસંઘ દ્વારા વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે ગઈકાલે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ પત્રકારસંઘના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાની આગેવાનીમાં એક બેઠક મળી હતી સંઘને લગતી જરૂરી ચર્ચા વિચારણા બાદ દરેક તાલુકા વાઇઝ હોદ્દેદારોની નિમણુંક આપવામાં આવી હતી ખાસ કરીને ભાવનગર જિલ્લામાં દરેક તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે જેમાં સિહોરના વરિષ્ઠ અને પીઠ આગેવાન કાર્યકર પત્રકાર અને શંખનાદ સંસ્થામાં સેવા આપી રહેલ હરીશ પવારના શિરે ત્રણ જિલ્લાના પ્રભારી તરીકે નિમણુંક આપવામાં આવી છે જેમાં ભાવનગર અમરેલી અને બોટાદની જવાબદારી હરીશ પવારને આપવામાં આવી છે જેમાં પત્રકારોનું માળખું બનાવવું ગામે ગામ અને જિલ્લા મથકો પર મિટિંગો અને બેઠકો લઈને પ્રદેશ કક્ષા સુધી રિપોર્ટ રજૂ કરવાની હરીશ પવારના શિરે મુકવામાં આવી છે જ્યારે હરિશ પવાર શંખનાદ સંસ્થામાં સેવા આપી રહ્યા છે અને સિહોરના પીઠ આગેવાન કાર્યકર પણ છે.