
હરીશ પવાર
સિહોરના સ્વસ્તિક સોસાયટીના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાને લઈ રજુઆત કરવામાં આવી છે સિહોર વોર્ડ નં ૫ સ્વસ્તિક સોસાયટી રેસ્ટ હાઉસ સામે આવેલ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી અને પાણી ના ભરેલ ખાડાઓ થી સોસાયટી ના રહીશો માં ભયંકર રોગશાળો ફેલાવવાની ભીતિ ઉભી થયેલ છે. ત્યારે સિહોર ના જવાબદાર તંત્ર ને અવાર નવાર અનેકવાર મૌખિક ફોટા સાથે રજુઆત કરવા છતાં સદર પ્રશ્ન નિરાકરણ આજદિન સુધી કરવામાં આવ્યું નથી, જ્યારે ચોંકાવનારી વાત એ કે, શિહોર નગરપાલિકા આરોગ્ય વિભાગના ચેરમેન અને ભાજપા શહેર પ્રમુખશ્રી પણ આજ વોર્ડમાં વસવાટ કરે છે તેમજ સિહોર શહેરની નગરપાલિકા ના હિતમાં અને આખા સિહોરના મૂળભૂત પ્રશ્નો ને હર હંમેશ વાંચા આપતા નગરસેવકશ્રી પણ આજ વોર્ડમાં વસવાટ કરે છે, તેવોશ્રી હાલ કેમ ચૂપ દેખાય છે તે સવાલ છે ત્યારે લોકોની રજૂઆતનું નિરાકરણ લાવવું જરૂરું છે