ગઈકાલે પડેલા વરસાદના કારણે પડેલી વીજળીથી એક મકાનની ઘર વખરીને નુકશાન

દેવરાજ બુધેલીયા
સિહોર અને પંથકમાં ગઈકાલે સારો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમા સાગવાડી સર કાજવદર જાબાળા બોરડી દેવગાણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે જેના પગલે ભારે કડાકા ભડાકા સાથે વરસાદ સાથે સર ગામે વીજળી પડતા નુકશાન થવા પામ્યું છે સર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ સાધુ જેમના મકાન પર ગઈસાંજે પડેલ વીજળીને લઈ અન્ય કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ઘરમાં રહેલ ઇલેક્ટ્રિક સાધનો બળીને ખાખ થઈ ગયા હતા