ભષ્ટ કોને ગણવા તંત્ર કે રોડ બનાવનારને.? તમારે આવા રસ્તે ફરવુ પડશે પણ માસ્ક નહી હોય તો ૧૦૦૦ રુપિયા દંડ તૈયાર રાખજો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં ગતિશીલ ગુજરાતની ઊભી કરાયેલી હવા નીકળી જાય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળશે મોટા ભાગના અંતરિયાળ વિસ્તારોમાંથી પસાર થતા રોડ અને રસ્તાઓની સ્થિતિ અને કેટલાય વિસ્તારો પાકા રસ્તાથી વંચિત હોવાથી વાઇબ્રન્ટની અસરનો અહેસાસ વાહનચાલકો અને રાહદારીઓ અનુભવી રહ્યા છે. આઝાદીના ૭ દાયકા પછી પણ સાગવાડી ગામેથી ભ્રષ્ટાચારની પરાકાષ્ટા દર્શાવતી આ તસવીરો સામે આવી છે મગરમચ્છની પીઠ ધરાવતા રાજકારિણીઓ પણ મતદારોની નસ પારખી ગયા હોય.

તેમ ચૂંટણી સમયે પ્રચાર દરમિયાન મોટી મોટી ગુલબાંગો ઠોકી મતદારોના પ્રાણપ્રશ્નો હલ કરવાના વચનો અપાતા હોય છે, ચૂંટણી પુરી થતા ઉમેદવારે આપેલા વચનો ઠાલા પુરવાર થતા અને પ્રજાજનોની સમસ્યા ઠેરની ઠેર રહેતા લોકો છેતરાયા હોવાનો અહેસાસ અનુભવતા હોય છે સિહોરના સાગવાડી ગામે ગામ એન્ટર તથાની સાથે ભયાનક કહી શકાય તે પ્રકારના ખાડાઓ પડી ચુક્યા છે વરસાદ આવે એટલે દર વર્ષે રોડ રસ્તા ધોવાઈ જવા અને ખાડાઓ પડી જવાની અઢળક ચર્ચાઓ થાય છે. દર વર્ષનું આ જાણે હવે નિત્યક્રમ બની ગયું હોય.

આ વખતે પણ ગુજરાતમાં જ્યારે સામાન્ય અમથો વરસાદ શરૂ થયો ત્યારથી જ ઘણા વિસ્તારોમાં તો રોડ રસ્તાની બુમો પડવા લાગી હતી. જોકે અહિતો વગર વરસાદે સાગવાડી ગામની રોડ વચાળે તળાવ હોય તે સ્થિતિ છે તંત્ર અને રોડ બનાવનારને કોઈ જાણે પડી જ નહીં હોય તેમ આવી સ્થિતિ દર વર્ષની બની ગઈ છે. સાંઠગાંઠ એટલી સખ્ત હોય કે જેમાં ભ્રષ્ટ કોને ગણવું તે કદાચ બિરબલ પણ આવે તો પણ કહી શકે નહીં, અને કહે તો સાબિત કરી શકે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here