કોંગો ફિવરના કારણે આધેડના મોતથી આરોગ્ય વિભાગમાં દોડધામ, રઝળતા ઢોરની ઇતરડીથી મંડરાતો રોગ,

હરીશ પવાર
હાલ સિહોર સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોંગો ફીવર નામની મહામારી બીમારીએ હાહાકાર મચાવ્યો છે સિહોર સહિત પંથક વિસ્તારોમાં રઝળતા ઢોરની ચામડી પર જોવા મળતી ઇતરડી નામની જીવાતથી કોંગો ફીવર નામની બીમારીને પગપેસારો તેમજ ફેલાવી શકે છે ત્યારે સોનગઢના એક આઘેડ છેલ્લા આઠેક દિવસથી કાેંગો ફીવરમાં સપડાયા હતા. જેનું ગઇકાલે રવિવારે રાત્રે ભાવનગરની સર ટી.હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું છે. પુરૂષ દર્દી પ્રથમ ડેન્ગ્યુમાં સપડાયા હતા અને કાેંગો ફીવરની પણ અસર જણાતા તેને સારવાર શરૂ કરી રીપોર્ટ પરીક્ષણ અર્થે મોકલી અપાયા હતા. શનિવારે તેમનો કાેંગો ફીવરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ગઇકાલે આ દર્દીનું મૃત્યુ થતા સરકારી ગાઇડ લાઇન મુજબ તેમના મૃતદેહને પેક કરીને અંતિમવિધિ માટે તેમના પરિવારને સુપ્રત કરવામા આવ્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી તાવીયાડે આ સમાચારની પુષ્ટી કરી હતી. તેમની પાસેથી સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ સોનગઢ ગામે રહેતા અને પશુપાલન સાથે જોડાયેલા 53 વર્ષીય પુરૂષ દર્દીને ડેન્ગ્યુની અસર થતાં તા.27મી આેકટોબર-2019ના દિવસે સારવાર માટે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખસેડવામા આવેલ. જયાં આ દર્દીને કાેંગો ફીવરની અસરો પણ જણાતા તેમની કાેંગો ફીવરની સારવાર પણ શરૂ કરાઇ હતી અને તેના સેમ્પલો લઇ પરીક્ષણ અર્થે મોકલી આપવામા આવ્યા હતા. દરમ્યાનમાં સર ટી.હોસ્પિટલના બીછાને રવિવારે આ દર્દીએ દમ તોડી દીધો હતો.