ગામના આગેવાનો મિત્રોએ ઢોલ નગારા અને આતશબાજી ફૂલહાર સાથે શક્તિસિંહને વધાવી સ્વાગત કર્યું

દેવરાજ બુધેલીયા
રાજયના પોલીસ વડાશ્રી શિવાનંદ જહાએ થોડા દિવસ પહેલા રાજયના પોલીસ સબ ઈન્સ્પેકટરોને પોલીસ ઈન્સ્પેકટર તરીકે બઢતીના હુકમો કર્યા હતા જેમાં ભાવનગર જિલ્લાના પણ કેટલાક પીએસઆઈને પીઆઈ તરીકે પ્રમોશન મળ્યુ છે જેમાં સિહોરના સોનગઢ ગામના રહેવાસી શક્તિસિંહ અજીતસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય છે ત્યારે પોલીસ અધિકારી શક્તિસિંહ ઝાલાનું પોતાના વતન સોનગઢમાં ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું સોનગઢ ગામના વતની ગોહિલ શક્તિસિંહ અજીતસિંહ છેલ્લા ઘણા સમયથી પીએસઆઇ તરીકે રાજ્યની વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવી છે થોડા દિવસ પહેલા રાજ્યના પોલીસવડાએ બદલી સાથે બઢતીનો હુકમ કર્યો છે જેમાં સોનગઢના શક્તિસિંહ ને પ્રમોશન મળતા સોનગઢ ગામનું ગૌરવ વધાર્યું છે ગામના આગેવાનો અગ્રણી શુભેચ્છકો મિત્રોએ શક્તિસિંહ ગોહિલનું શાહી સન્માન કર્યું હતું શક્તિસિંહ ગોહીલના બહોળા મિત્ર સર્કલ વડીલો સ્નેહીઓ દ્વારા ઢોલ નગારા આતશબાજી કરીને ફૂલહાર સન્માનીત કરીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here