બ્રિજેશ ગૌસ્વામી
સિહોરનું સ્વામિનારાયણ સેવા કેન્દ્ર, રામનગર – નવા ગુંદાળાની સુવાસ ધીમે ધીમે પરમેશ્વર કૃપાથી સિહોર બહારનાં શહેરોમાં પણ પ્રસરતી જાય છે નાનકડાં કુબા જેવડાં સેવા કેન્દ્રમાં તારીખ ૪ નવેમ્બર ને સોમવારના રોજ શ્રી ભરત મેમોરિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા જરૂરીયાતમંદ બાળકોને કપડાં વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી અરુણાબેન પંડયા, ટ્રસ્ટી શ્રી જ્યોત્સનાબેન ત્રિવેદી અને ટ્રસ્ટનાં ડેવલોપમેંટ પ્રોજેકેટ ઑફિસર અને સત્યનિષ્ઠ પત્રકાર એવાં હરીશભાઈ પવારે વિશેષ હાજરી આપી હતી સ્વામિનારાયણ સેવા કેન્દ્રની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ખુશ થઈને શ્રી અરુણાબેન અને જ્યોત્સનાબેને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ સાથે રહીને સેવા કરીશું તેવી લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here