પ્રજાભિમુખ સરકાર દ્વારા શહેરમાં સ્વચ્છતા સમયે મુકાયેલા લાખ્ખોના ડસ્ટબીનની ધુણ-ધાણી જોવા મળે છે

બ્રિજેશ ગૌસ્વામી
પ્રજાભિમુખ અને સંવેદનશીલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાનું સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારતના નામે રાત દિવસ સરકાર તન-ટોડ મહેનત કરી રહી છે પ્રજાલક્ષી નિર્ણયો લઈને દેશ અને ગુજરાતના શહેરના ગ્રામ્ય વિસ્તારો સુધી લાખ્ખો રૂપિયાના ખર્ચે લોકોમાં જાગૃતતા આવે તે માટે સ્વચ્છતા માટે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આ વખતે સ્વચ્છતા અભિયાન સમયે ખાસ કરીને સિહોર શહેરની વાત કરીએ તો સરકાર અને તંત્ર દ્વારા લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને શહેરના શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ અસંખ્ય ડસ્ટબીન મુકવામાં આવ્યા હતા જેના ખર્ચાઓનો આંક લાખ્ખોમાં થાય છે પરંતુ પ્રજાના ટેક્સના પૈસે આવેલા ડસ્ટબીનની દશા હાલ બેહાલ થઈ છે સિહોરના હાઇવે પર રહેલા ડસ્ટબીનની દશા ધૂણ-ધાણી થઈ છે અને સ્વચ્છતાના નામની આબરૂઓની લીલામી થઈ રહી છે જેમને સ્ટેન્ડ સાથે ઉઠાવી લેવા જ યોગ્ય ગણાશે