હરેશ બુધેલીયા
સિહોરના હોમગાર્ડઝ યુનિટ ની કચેરી મુકામે તાલુકા કાનૂની સેવા સમિતિ ના ઉપક્રમે શિબિર યોજાઈ જેમાં કાનૂની સેવા સમિતિ ના સેક્રેટરી વિજયભાઈ સોલંકી ના અદયક્ષસ્થાને યોજાઈ હતી આ સાથે હોમગાર્ડ કમાન્ડર દેવેન્દ્રસિંહ ગોહિલ. એડવોકેટ શરદભાઈ ભટ્ટ. પેરાલીગલ મેમ્બર અને પત્રકાર તેમજ સામાજિક કાર્યકર હરીશભાઈ પવાર આનંદભાઈ રાણા રાજુભાઈ આચાર્ય સહિત ઉપસ્થિત રહેલ અને આનંદભાઈ રાણા એ કાનૂની સેવા ની માહિતી આપી હતી એડવોકેટ શરદભાઈ ભટ્ટ દ્વારા કાયદા ઓ અંગે માહિતી માર્ગદર્શન આપ્યું તો પત્રકાર પેરાલીગલ ના હરીશ પવાર દ્વારા સરકારી યોજનાઓ તેમજ માં અમૃતમ કાર્ડ અંગે તેમજ હોમગાર્ડ ના જવાનો ની સમાજ ની રક્ષણ માટેની સેવાકીય ફરજ ને બિરદાવી હતી.હોમગાર્ડ કમાન્ડર દેવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા આ સેવાકીય કાનૂની સેવા સમિતિ ને આવકારી અને કોર્ટ આપના દ્વારે જેવું શીર્ષક સાથે ન્યાય મંદિર ના આ સુંદર અભિગમને સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા જે અમારા જવાનો ને અમારા કચેરીમાંમાહિતી માર્ગદર્શન આપી માહિતગાર કર્યા તે બદલ ન્યાય મંદિર સિહોર નો આભાર વ્યક્ત કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here