છેલ્લા બે દિવસથી પાણીમાં સતત માછલાંઓ મરી રહ્યા છે, આજુબાજુ વિસ્તારોમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે, રોગચાળાની ભીતિ, ઘટના પાછળનું હજુ સુધી કોઈ ચોક્કસ કારણ અંકબંધ

દેવરાજ બુધેલીયા
સિહોરની પવિત્ર ગણાતી ગૌતમી નદીના પાણીમાં છેલ્લા બે દિવસથી હજારોની સંખ્યામાં માંછલા ટપોટપ મરી રહ્યા છે જેના કારણે આજુબાજુ વિસ્તારોમાં ભયાનક દુર્ગંધના કારણે લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે જોકે પાણીમાં ટપોટપ માંછલાઓ મરવાનું કારણ અત્યાર સુધી તંત્ર પાસેથી જાણવા મળ્યું નથી પરંતુ કેમિકલ અથવા ગટરોના પાણીથી માછલાઓ મરતા હોવાનું હાલ પ્રાથમિક તારણ દેખાઈ રહ્યું છે..ગઈકાલ રવિવાર બપોર પછી સિંહોરની પવિત્ર ગણાતી ગૌતમી નદીના પાણીમાં માછલાંઓ મરવાનો સિલસિલો આજે બીજા દિવસે સોમવારે પણ શરૂ રહ્યો છે જેના કારણે આજુબાજુ વિસ્તારોમાં ભયાનક દુર્ગંધના ફેલાઈ રહી છે અને જેને લઈ રોગચાળો ફાટી નીકળે તેવી પણ શકયતા દેખાઈ રહી છે માછલાઓ મરવાનું કારણ હજુ પણ અંકબંધ છે સિહોરની ગૌતમી નદી પવિત્ર માનવામાં આવે છે જે ઇતિહાસના પન્નાઓ પર કલમથી કંડાયેલો છે જેકો હાલની ચોમાસા પહેલાની સ્થિતિ જોઈએ તો ગટરોથી ઉભરાતી ગૌતમી નદી જોવા મળતી હતી હાલતો ઈશ્વરની કૃપાથી મેઘમહેરના કારણે નવાનીરો આવ્યા છે પરંતુ છેલ્લા બે દિવસથી માછલાંઓ મરવાની બનતી ઘટનાને લઈ અનેક અટકળો ચાલી રહી છે અને ગઈકાલ રવિવારના દિવસે બપોર પછી શંખનાદ અહેવાલો બાદ તંત્ર સ્થળ પર દોડી ગયું હતું અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ ઘટનાને લઈ તંત્ર તરફથી અત્યાર સુધીમાં કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here