દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા જે જે મહેતા ગર્લ્સ સ્કુલ-સિહોર ખાતે ૭૩ માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. શાળાની પરંપરા મુજબ સંસ્થાના સંચાલકના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીનીઓ, શિક્ષકો દ્વારા પરેડ, દેશભક્તિ ગીત, નાટક, યોગા, નૃત્ય જેવી અનેક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. ટ્રસ્ટી, સંચાલક, આચાર્ય, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય અપાયા હતા તથા કોઈને કોઈ ક્ષેત્રમાં સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને ઈનામ/પ્રમાણપત્ર/શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.