બે દિવસ પહેલા સિહોરની જ્ઞાાનગંગા સ્કૂલની મંજૂરીને શિક્ષણ વિભાગે ઘસીને ના પાડી, મંજૂરી બોર્ડ ફગાવી, વાલીઓ વિધાર્થીઓ મૂંઝવણમાં મુકાયા

NSUI ના પવન કહે છે કોઈ વિધાર્થીવાલી ને કઈ પણ તકલીફ હોય તો મુંઝાશો નહિ મારો સંપર્ક કરો..૯૫૧૦૬૭૬૭૬૭

શંખનાદ કાર્યાલય
સિહોર ખાતે નવી શરૂ થયેલી ખાનગી શાળા શરૂ થયાથી જ વિવાદોમાં ફસાયેલી જોવા મળે છે સિહોરમાં બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન નવી શાળા શરૂ કરવા જ્ઞાાનગંગા વિદ્યાસંકુલ દ્વારા મંજૂરી માટે એપ્લાય કરી પ્રવેશ કાર્યવાહી શરૂ કરેલ હતી જેને મંજૂરી નહીં મળતા વ્યાપક હોબાળો મચ્યો હતો. ત્યારે NSUI ના મજેઠીયાનું કહેવું શિક્ષણ વિભાગના મુખ્ય અધિકારી આંખ આડા કાન કરે છે..અહીં વિધાર્થીઓના ભવિષ્યનો મોટો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આ મુદ્દે NSUI હાઇકોર્ટેમાં લઈ જશે અને કોઈ પણ વાલી વિધાર્થીને મુંઝાશો નહિ કઈ પણ તકલીફ હોય મારા મોબાઈલ પર કરશો તેવું પવને જણાવ્યું હતું સિહોર તાલુકામાં શહેરી કક્ષાએ પ્લોટ નં. 461/1 વેલનાથ સોસાયટી વિસ્તારમાં મનહરબાપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુન-19ની કાયમી ધોરણે ગ્રાન્ટ નહીં લેવાની શરતે જ્ઞાનગંગા વિદ્યાસંકુલ શરૂ કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડને ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. જે અન્વયે મંજૂરી પૂર્વે પ્રવેશ કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ હતી. જો કે, અરજી સંદર્ભે તપાસમાં શાળા મંડળે મકાન માલિકના આધારો રજૂ તો કર્યા હતા પણ ટ્રસ્ટના નામે ન હતા, રમત ગમતના મેદાન અંગે નિયમાનુસારની જોગવાઇના આધારો રજૂ કર્યા ન હતા, સક્ષમ સરકારી સત્તાધિકારીએ મંજૂર કરેલ મકાન બાંધકામનો નકશો રજૂ કરેલ ન હતો, આવા કારણોસર બોર્ડ દ્વારા સ્કૂલને નામંજૂર કરાઇ હતી. જ્યારે બોર્ડના નિર્ણયને અધિનિયમ 1972ની કલમ 31(10) હેઠળ સરકારને અપીલ કરાઇ હતી અને આ અરજીની સુનાવણીમાં પણ જમીન હેતુફેર થયેલ ન હોવા સહિતના મુદ્દે પુરવાર કરવામાં સંસ્થા અસક્ષમ રહેતા અપીલ અરજી નામંજૂર કરી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 13-06ના પત્રનો રદ્દનો હુકમ યથાવત રાખવા હુકમ કરાયો છે ત્યારે વગર મંજૂરીએ ચાલતા શિક્ષણના વેપલા સામે તંત્રની લાલ આંખ કરી છે પરંતુ અહીં વિદ્યાર્થીઓના ભાવિ સામે સૌથી મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here