આ મામલે પૂર્વ કોર્પોરેટરે સોશ્યલ મીડિયામાં વિડિઓ વાઇરલ કરી તંત્રને ઉઘાડું પાડ્યું, ગઈકાલે આ મામલે કંસારા બજાર વિસ્તારમાં બેઠક પણ મળી

કોઈ પણ સંજોગે સિહોરની ધરોહર સમા કૂવો ન બુરાવવો જોઈએ, પાલિકા ઠાઠળ નાખીને કૂવો બુરે છે, વિરોધનો સુર ઉઠ્યો

શંખનાદ કાર્યાલય
સિહોરની ધરોહર સમા આવેલ દેદારજી કૂવો બુરવાના મામલે ભારે વિવાદ સર્જાયો છે શહેરના કંસારા બજાર વિસ્તારમાં દેદારજીનો એક કૂવો આવેલો છે જે વર્ષો જૂનો ઈતિહાસિક હોવાની વાતો સાંભળેલી છે જે ખુલ્લો છે અને બાજુમાં સ્ફુલ આવેલી છે અહીં રહેતા કેટલાક લોકોની રજૂઆતોને લઈ પાલિકા દ્વારા જે કુવાને બુરવામાં આવી રહ્યો છે ની વિગતો જાણવા મળી છે જોકે શહેરના પૂર્વ નગરસેવક દ્વારા સોશ્યલ મીડિયામાં વિડિઓ સાથેની વિગતો વાઇરલ કરાઈ છે જેમાં “સિહોર નગર પાલિકાના ભષ્ટ અધિકારીની મેલી મુરાદથી દેદારજીનો કૂવો ઠરાવ લાવ્યા વગર બુરાવે છે સરકારના જવાબદાર અધિકારીઓ આ ભષ્ટ અધિકારી સામે પગલાં લે તેમજ પોલીસના માણસો જીપ લઈને માથે રહી ગેરકાયદેસર નોકરી બજાવી લોકોમાં રોફ જમાવી જે કામગીરી કરેલ છે તે સામે ખાતાકીય કામગીરી કરવી જોઈએ સરકાર દ્વારા કુવા તળાવ ચેકડેમ ઊંડા ઉતારવા સુજલામ સુફલામ યોજનાના નાણા આપે છે ત્યારે સિહોર નગરપાલિકાના ભષ્ટ અધિકારી કૂવો બુરાવે છે આ અંગે ઘટતું કરવામાં નહિ આવે તો જન આંદોલનની ફરજ પડશે” પૂર્વ નગર સેવક દ્વારા આ પ્રકારની પોસ્ટ સાથે કૂવો બુરવાની કામગીરી શરૂ હોઈ તેવા વિડિઓ પણ સોશ્યલ મિડિયા વાઇરલ કર્યા છે આ અંગે ભારે વિવાદ સર્જાયો છે જોકે આ બાબતને લઈ ગઈકાલે રાત્રે કંસારા બજાર વિસ્તારમાં કૂવો નહિ બુરવો અને આ કામ કોઈ પણ સંજોગે અટકાવવું જે મામલે બેઠક પણ મળી હતી ત્યારે સિહોરની ધરોહર સમા દેદારજી કુવાને બુરવા મામલે ભારે વિવાદ જાગ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here