
દેવરાજ બુધેલીયા
આજરોજ સિહોર ન્યાય મંદિર ખાતે તાલુકા કાનૂન સમિતિ દ્વારા સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ અંતર્ગત આરોગ્યલક્ષી જે માં અમૃતમ કાર્ડ જેમાં 5 લાખ ની મોટી બીમારી કે સારવાર માટે ખૂબ જ ઉપયોગી હોય જેનો લાભ લેવા સિહોર શહેર થી લઈ ગ્રામ્ય સુધી લાભ લઇ શકે તેવા પ્રયાસો સિહોર ન્યાય મંદિર દ્વારા મહિના ના ત્રીજા શનિવારે જરૂરિયાતમદો લાભ લઈ શકે તે માટે કાનૂની શિબિર ના સેક્રેટરી વિજયભાઈ સોલંકી તેમજ બાર એસોસિએશન ના કમલેશભાઈ રાઠોડ તેમજ પેરાલીગલ ના મેમ્બર અને પત્રકાર હરીશભાઈ પવાર, આનંદભાઈ રાણા, રસુલભાઈ પઢીયાર, રાજુભાઇ આચાર્ય, તેમજ માં અમૃતમ યોજના ના ઓપરેટર રમેશભાઈ આહીર ખારીવાળા વિનુભાઈ સોલંકી તેમજ સિંહોર તાલુકાના અર્બન હેલ્થ ના ર્ડો. જયેશભાઈ વંકાણી, સુપર વાઇઝર અનિલભાઈ પંડિત, સહિતના આ કાર્યક્રમ ને સફળ બનાવેલ.