તહેવાર આડા ગણતરીના દિવસો બાકી, સરકારી-ખાનગી કર્મીઓને દિવાળીનું બોનસ મળવાથી ઘરાકી રહેવાની વેપારીઓને આશા

દેવરાજ બુધેલીયા
પર્વોની શ્રેણી દિપાવલીને આડે માંડ ગણતરીના દિવસો બાકી છે ત્યારે સિહોર શહેરની બજારોમાં ધીમા ડગલે ખરીદીનો માહોલ જામી રહ્યો છે. હાલ શહેરના બજારોમાં ફરસાણ,મિઠાઈ, રેડીમેડ ગારમેન્ટ સહિત ગૃહસજાવટની ચીજવસ્તુઓના વેપારમાં તેજી આવી છે. પર્વોની શ્રેણી દિપાવલી પર્વની ઉજવણી માટે સિહોર શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. બજારોમાં ધીમે-ધીમે ગ્રાહકોની ભીડ ઉમટી રહી છે. શહેર ઉપરાંત તાલુકાના વિસ્તારોમાં પણ ગ્રાહકો દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે. દિવાળી પર્વને ધ્યાનમાં લઈ વેપારીઓ દ્વારા પણ ગ્રાહકોને આકર્ષવા માટે નીતનવી સ્કીમ સાથે સેલ શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને હાલમાં બજારમાં રેડીમેડ કપડાં, બુટ-ચપ્પલ તથા ગૃહસજાવટની ચીજવસ્તુઓની માંગ વધુ જોવા મળી રહી છે. આણંદ શહેરમાં પણ ધીમે-ધીમે ઘરાકીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના ટોકીઝ વિસ્તાર આંબેડકર ચોક મેઈન બજાર માર્કેટ વિસ્તાર સોની બજાર સહિતના વિસ્તારમાં આવેલ દુકાનોમાં ધીમા ડગલે ગ્રાહકોની ચહલ-પહલ જોવા મળી રહી છે બજારોમાં વેપારીઓ દ્વારા ગ્રાહકોની માંગને અનુરૂપ ચીજવસ્તુઓનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. હાલ બજારમાં ધીમા ડગલે ખરીદી શરૂ થઈ છે. જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ ઘરાકીનો માહોલ જામશે. હાલ બજારમાં રેડીમેડ ગારમેન્ટ, બુટ-ચપ્પલના શોરૂમ તેમજ મિઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ચહલ-પહલ જોવા મળી રહી છે. સાથે-સાથે ગૃહસજાવટની ચીજવસ્તુઓની પણ ખરીદી નીકળી છે. જો કે દિવાળી પર્વ મહિનાના અંતિમ દિવસો દરમ્યાન આવતો હોઈ મોટાભાગે પગાર તેમજ બોનસ મળતા અંતિમ ત્રણ દિવસો દરમ્યાન બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here