• મંદી વચ્ચે પણ લોકો નીકળતા રોનક જામી: લોકો બજારમાં નીકળતા વેપારીઓ ખુશખુશાલ, ફટાકડામાં મંદી

દેવરાજ બુધેલીયા
દિવાળી અને નુતનવર્ષના તહેવારોને અનુલક્ષીને સિહોરની બજારમાં અત્યારસુધી ખરીદીમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે છેલ્લા દિવસોમાં બજારમાં લોકો ખરીદી કરવા નીકળતા વેપારીઓ ખુશ જોવા મળ્યા હતા. સિહોરની મુખ્ય બજારમાં શહેરીજનો સાથે ગ્રામ્ય વિસ્તારની ભીડ ઉમટતાં કેટલાક દિવસોથી સુમસામ ભાસતી બજારોમાં રેડીમેડ કપડાના વેપારીઓથી માંડી ઈલેક્ટ્રોનિક્સ, ડ્રાયફુટ, આભુષણો, મીઠાઈના વેપારીઓનો ગ્રાહકો માટેનો ઈંતેજાર ખત્મ થયો હતો કંપનીઓના કર્મચારીઓને એડવાન્સ અને પગાર ૧ લી તારીખ પહેલા જ મળી જતાં લોકો મનમુકીને ખરીદી કરવાનું ચાલુ કર્યું છે.સોનાચાંદીના વેપારીઓને  પણ પુષ્યનક્ષત્રમાં ધનતેરસનું મુહુર્ત સાચવીને ધુમ ખરીદી કરી છે. ઈલેકટ્રોનીક બજારના વેપારીઓએ ખરીદી મંદ હોવા છતાં એકાધારી હોવાથી ગત વર્ષેનો આંકડો વટાવી જશે તેવી આશા દેખાઈ મીઠાઈના ઓર્ડર ગત વર્ષ કરતા ઓછા હોવાનું છતાં મંદીમાં સારી ખરીદી થતી હોવાનું દેખાઈ છે, પરપ્રાંતીય લોકો વેકેશન અને દિવાળી કરવા પોતાના રાજ્યોમાં જતાં સ્થાનિક ગ્રાહકો બજારમાં નીકળ્યા છે.જો કે, બીજીતરફ ફટાકડા બજારમાં હજુપણ નિરાશા વ્યાપેલી છે.  ફટાકડાની ખરીદીનો માહોલ જામ્યો ન હોવાનું અમારા સૂત્રો કહી રહ્યા છે વેપારમાં તેજી નથી આમ છતાં મંદીમાં અંતે નીકળેલી ધરાકીથી વેપારીઓ ખુશ છે અને દિવાળીના છેલ્લા દિવસે લોકોની ભીડ બજારોમાં જામી છે દરેક ધંધાના વેપારીઓન ચહેરા પણ ખુશીની લકિર જોવા મળી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here