ખીરીદી કરવા બજારોમાં નીકળો ત્યારે તમારી કિંમતી ચીજવસ્તુઓ નું ધ્યાન રાખો

મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડીને મેથીપાક ચખાડ્યો

હરેશ બુધેલીયા
હાલ દિવાળી ના દિવસો શરૂ થઈ ગયા છે.બજારોમાં ખરીદી માટે કીડીયારું ઉભરાયું હોય તેવી ધૂમ ઘરાકી જોવા મળી રહી છે. સિહોરની મુખ્ય બજારમાં પણ આસપાસના ગામડાઓ માંથી મોટું હટાણું માટે લોકો આવે છે. આવા બજારોમાં ગિરદી જોઈને ખિસ્સા કાતરું અને ચોરો ને પણ મોકળું મેદાન મળી રહેતું હોય છે. સિહોરની મુખ્ય બજારમાં એક વેપારીને ત્યાંથી ગ્રાહકના ખિસ્સામાંથી રોકડા રૂપિયા સેરવી લેતો વીડિયો સીસીટીવી માં કેદ થઈ ગયો હતો. જે સોશિયલ મીડિયામાં ફરતો જોવા મળી રહ્યો છે. આજે સિંહોરના સામાજિક આગેવાન અનિલભાઈ મહેતા નો મોબાઈલ ફોન લાગ જોઈને નાસી રહેલા ચોરને પકડીને બજારમો લોકોએ ભારે મેથીપાક આપ્યો હતો. હાલ બજારોમાં ખરીદી માટે આવતા લોકોએ પોતાની કિંમતી ચીજવસ્તુઓ ની સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. બને તો ખરીદી માં નીકળો ત્યારે કિંમતી વસ્તુઓ ઘરે રાખીને જ નીકળવું વધુ હિતાવહ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here