દેવરાજ બુધેલીયા
આવતીકાલથી આસો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજે ભાવિકો દ્વારા માતાજીની ચૂંદડી, ગરબા, ફુલહાર, ધૂપ, દીપ સહિતની ખરીદી કરવા બજારમાં લોકો ઉમટી પડ્યા છે. છેલ્લા એક અઠવાડીયાથી ઘરાકીની રાહ જોતા વેપારીઓને નવરાત્રી પૂર્વે ખૂબ ધૂમ ઘરાકી નીકળી છે ભક્તિ અને શક્તિના સમન્વયનું મહાપર્વ નવરાત્રિને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર સિહોર સહિત પંથકમાં નવલાં નોરતાંની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે કેટલાક સ્થળોએ ભવ્ય ગરબાનું આયોજન કરાયું છે. ગરબાં મહોત્સવની ધુમ તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ નવરાત્રીના પર્વમાં ગરબે ઝુમવા થનગની રહેલ યુવાધન પણ નવરાત્રી પર્વને લઈને વિવિધ ચીજવસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બન્યું છે. પર્વને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે યુવક-યુવતીઓના ગુ્રપ ગરબાના નીત-નવા સ્ટેપ શીખવા માટે ક્લાસીસમાં જોડાઈ ગયા છે. બીજી તરફ યુવતીઓ ચણીયાચોળી સહિત સાજ-શણગારની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here