આખલાને નીચે ઉતારવા સ્થાનિકો દ્વારા બે દિવસ મહેનત કરી આખરે હારી થાકીને આખલાને નીચે ઉતારવા માલધારી સેનાને બોલાવવી પડી

દેવરાજ બુધેલીયા
માનવામાં નહિ આવે પણ દેખીતી રીતે આ હકીકત છે સિહોરની ગોપીનાથ કોલેજની અગાસી પર ચડીને સતત બે દિવસ સુધી ધમાસણ મચાવ્યે બાદ આખરે અગાસીથી નીચે ઉતારવા માટે માલધારી સેનાની મદદ લેવી પડી હતી સિંહલર શહેરમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ રોજીંદો બની ગયો છે. આખલાઓના ત્રાસથી શહેરીજનો ત્રસ્ત બન્યા છે તેમ છતાં નગરપાલિકાનું તંત્ર કોઈ પગલા લેતું નહીં હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. શહેરમાં પણ રેઢીયાળ પશુઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. ગાય અને આખલા રસ્તા વચ્ચારે પડાવ નાખીને બેસે છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે.

અવારનવાર આખલાઓ યુદ્ધે ચડીને લોકોને પણ હડફેટે લે છે બે દિવસ પહેલા સિહોરના ગોપીનાથજી કોલેજની અગાસીએ એક આખલો ચડી ગયો હતો જેને લઈને લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા આખલાને નીચે ઉતારવા સ્થાનિકો દ્વારા સતત બે દિવસ સુધી મહા મહેનત કરીને છતાં આખલો નીચે નહિ ઉતરતા માલધારી સેના ટીમને એક નગરસેવક દ્વારા જાણ કરી હતી આખરે આખલાને માલધારી સેના દ્વારા નીચે ઉતારી દેવાયો હતો ત્યારે નગરપાલિકા દ્વારા રેઢીયાળ પશુઓને ડબ્બે પુરવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે રઝળતા ઢોરોની રંઝાળ વધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here