એકલી ઘરે રહેલી સગીર દીકરીએ પોતાના દેહ પર કેરોસીન છાંટી દીવાસળી ચાંપીને જીવનનો અંત આણી દીધો, પરિવારમાં ભારે રોકકળ અને ગમગીની

હરીશ પવાર – દેવરાજ બુધેલીયા
લોકોની સહનશીલતા અને સહનશક્તિ ઓછી થતી જાય છે કોઈ નાના કારણોમાં લોકો આત્મહત્યાના પગલાં ભરી લઇને જિંદગીનો અંત આણી દેતા હોય છે સિહોરના કેશવ નગર વિસ્તારમાં શીતલ પરમાર નામની ૧૭ વર્ષની ઘર કામ કરતી સગીર દીકરીએ પોતાના ઘરે પોતાની જાત પર કેરોસીન છાંટીને જિંદગીને ભડભડ સળગાવીને ભડથું કરી નાખી છે દુર્ભાગ્યે બનેલી ઘટનાની વિગતો એવી છે કે સિહોરના કેશવનગર માં રહેતા છગનભાઈ પરમાર તેઓને બે દીકરા અને ચાર દીકરી છે જેમાં સૌથી નાની દીકરી શીતલ જે આજે પોતાના ઘરે એકલી હતી કોઈ કારણોસર પોતાની જાત પર કેરોસીન છાંટીને જિંદગીને જલાવી દઈ સળગાવી દીધી છે ત્યારે અહીં આ સમયે એમના પરિવાર પર શુ વીતતી હશે એ વિચાર પણ માણસને કંપાવી દેનારો છે જોકે શીતલ ઘર કામ કરતી હતી અને કોઈ કારણોસર મોતને વ્હાલું કરી દીધું છે હાલ પરિવારમાં શોક સાથે ગમગીની ફેલાઈ છે અને જોકે સિહોર પોલીસે સગીરા શીતલે ક્યાં કારણોસર કેરોસીન છાંટીને જિંદગીનો અંત આણી દીધો તે ઘટનાની તમામ વિગતો પરિવાર પાસેથી મેળવીને ચોક્કસ દિશામાં તપાસને આગળ ચલાવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here