સતત વરસાદ અને ઉપરવાસની આવકને લઈ આજે ગૌતમેશ્વર ચૌથી વખત ઓવરફ્લો થયું..પોલીસનો મોટો કાફલો હાઇવે પર ખડકાઈ ગયો

એસડીએમ ગોકલાણી અને મામલદાર ભાવનગર રાજકોટ રોડ હાઇવે પર તાત્કાલિક પોહચી તમામ સ્થિતિ પર નજર કરી ચિતાર મેળવ્યો..હાલ તમામ સ્થિતિઓ સામાન્ય

રાત્રીના ૭..૫૫ કલાકે દેવરાજ બુધેલીયા..

અમારા સહયોગી દેવરાજ બુધેલીયાના અહેવાલો મુજબ આ લખાઈ છે ત્યારે મોડી સાંજના ૭..૫૫ કલાકે ગૌતમેશ્વર તળાવ આજે ચૌથી ઓવરફ્લો થયું છે ગૌતમી નદી ગાંડીતુર બની છે. આજે ચૌથી વખત થયેલા ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતાં તમામ દરવાજા ઓટોમેટીક ખુલી ગયા હતા.આ વર્ષે મેઘરાજાએ મન મુકીને મહેરબાની વરસાવતા ગૌતમેશ્વર તળાવ 6 વર્ષ બાદ ઓવરફ્લો થયું હોય, સિહોરવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. પાણીના ધસમસતા પ્રવાહને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતા. આજે સાંજના સમયે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસતા સિહોરનું ગૌતમેશ્વર તળાવમાં પાણીનો પ્રવાહ મોટા પ્રમાણમાં આવી જતા એક સાથે તમામ દરવાજાઓ ખુલ્લી જતા વહેતા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા અને પાણી પેવનના નાળા પરથી વહેવા લાગ્યું હતું. અમારા સહયોગી દેવરાજ બુધેલીયાનું કહેવું છે કે આજે ફરી ચૌથી વખત તળાવમાં છલક સપાટી વટી જતાં લોકો વહેતા નીરને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ટ્રાફિક સમસ્યા કે કોઈ બનાવ ન બને તે માટે સિહોર પોલીસે દોડી જઈ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને નાયબ કલેકટર ગોકલાણી અને મામલતદાર પણ હાઇવે પરની તાકીદે સ્થળ મુલાકાત લઈ તમામ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો હાલ તમામ સ્થિતિઓ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે હાઇવે પર પોલિસ સ્ટાફના અધિકારી ઇન્ચાર્જ પીઆઇ સોલંકી, ગૌતમ રામાનુજ, રાજભા, બીજલભાઈ ઈન્દુભાએ સઘન બંદોબસ્ત જાળવ્યો હતો ત્યારે તમામ સ્થિતિ ઘટનાઓ પર અમારા સહયોગી દેવરાજ બુધેલીયા સ્થળ પર નજર રાખી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here