સિહોર તળાવના બારણાંઓમાં રીપેરીંગમાં ભષ્ટાચાર, શાસક પક્ષના દીપશંગભાઈ, ડાયાભાઈ અને વિપક્ષના મુકેશ જાનીનું મીડિયાને સંબોધન, શહેરભરના રાજકીય વર્તુળો ખળભળાટ

દેવરાજ બુધેલીયા
સિહોરના જીવસમાં આવેલ ગૌતમેશ્વર તળાવ છેલ્લા ઘણા વર્ષો પછી કુદરત મહેરબાન થતા છલકાવવાની આરે પોહચ્યું છે એક તરફ લોકોમાં ખુશી અને આનંદ અને બીજી તરફ આજે શહેર નગરપાલિકાના ત્રણ નગરસેવકોએ શહેરના તળાવના બારણાં રીપેરીંગમાં ભષ્ટાચાર થયો છે જેને લઈ મીડિયા સામે સંબોધન કર્યું હતું અને જેમાં અનેક ચોંકાવનારી બાબતો અને આક્ષેપો કર્યા છે જેને લઈ શહેરભરના રાજકિય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે આમતો સિહોર નગરપાલિકાનું નામ બદલી હવે વિવાદિત પાલિકા કહીશુ તો પણ યોગ્ય લાગશે કારણકે વિવાદિત પાલિકા રોજે કોઈને કોઈ વિવાદો થી ટેવાયેલા તંત્ર અધિકારી અને શાશન કરતાઓ સામે સૂરજ ઉગે ને અખબારોના પન્નાઓમાં કંડાયેલા જોવા મળે છે પરંતુ અહીં લાજ શરમ જેવું કશું દેખાતું નથી પોતાના ખિસ્સાઓ ભરવા માટે રાજનીતિમાં આવ્યા હોય તેવું સ્પષ્ટ લાગે છે આજે સિહોરના ટાઉનહોલ ખાતે શાસક પક્ષના દીપશંગભાઈ ડાયાભાઈ રાઠોડ અને મુકેશ જાનીએ મીડિયાને સંબોધન કરીને તળાવના બારણાં રીપેરીંગ મામલે ભષ્ટાચાર સહિતના તળાવ નહિ ભરાવવા દેવા પાછળના કારણો કારસા અને ષડયંત્ર સામે મેદાને પડ્યા છે જેને લઈ શહેરભરના રાજકીયમાં ખળભળાટ મચી જવા પામ્યો છે જ્યારે ત્રણેય નગરસેવકોની કહેવું છે કે તળાવના બારણાં રીપેરીંગના બહાને મોટો ભષ્ટાચાર થયો છે વર્ષોથી રીપેરીંગના બહાને મોટી રકમ બારોબાર થતી હતી પરંતુ આ વખતે કુદરત મહેરબાન થતા પાપ પીપળે જઈને પુકાર્યું છે બારણાંને રીપેરીંગ અને સર્વિસ નહીં કરાવતા બેફામ પાણી વહી રહ્યું છે તળાવ નહિ ભરાવવા દેવા પાછળ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અને કારસો ઘડાઈ રહ્યો છે ત્યારે તળાવ મામલે આવતા દિવસોમા કડાકા ભડાકાના એંધાણો દેખાઈ રહ્યા છે