ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ગૌતમેશ્વરમાં નવાનીરની આવક, ગૌતમેશ્વર ઓવરફ્લો થાય તેવી લોકોમાં આશાઓ જાગી

બ્રિજેશ ગૌસ્વામી
ગઈકાલે ગણેશ ચતુર્થી અને ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે સિહોર પર ગણપતિ દાદાએ પોતાના આશીર્વાદ વરસાવવાનું શરૂ કર્યું છે. જેને પગલે આજે સિહોર ગૌતમેશ્વર તળાવની સપાટી ૧૯ ફૂટે પોહચી છે દેવ ના દેવ મહાદેવ નો પવિત્ર શ્રાવણ માસ હમણાં જ પૂરો થયો છે ત્યારે ગત મહિનાથી જ ખાલીખમ ગૌતમેશ્વરમાં નવા નીર આવવાના શરૂ થઈ ગયા હતા ત્યારબાદ હવે મહાદેવના લાડકા પુત્ર અને શ્રદ્ધાળુઓના બાપા તથા દાદા ગણાતા દુંદાળાદેવ ગણપતિનો મહોત્સવ શરૂ થયો છે. ગણપતિ દાદા એ સિહોરના લોકો પર આશીર્વાદ વરસાવવાનું શરૂ કરી છે. જેને પગલે હવે સિહોરમાં પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે તેવું હાલ લાગી રહ્યું છે ગઈકાલે સિહોર પંથકના સર કાજાવદર ટાણા વરલ વિસ્તારોમા વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી તમામ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હતો જેના પગલે સિહોર શહેરનું જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવમાં નવા નીર આવ્યા છે અને જેના પગલે લોકોમાં આનંદની લાગણી છવાઈ છે અને વર્ષો પછી ગૌતમેશ્વર ઓવરફ્લો થાય તેવી લોકોમાં પણ આશાઓ જાગી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here