વિશાલે છેક અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી બાઈક ચોરી હતી, આજે સિહોરના એસટી બસ સ્ટેન્ડ પાસેથી ઝડપાયો

હરેશ બુધેલીયા
સિહોરના એકતા સોસાયટી વિસ્તારમાં રહેતા વિશાલ દિનેશભાઇ ઉ.૨૦ નામનો યુવક ચોરાવ બાઈક સાથે ઝડપાયો છે આજે સિહોર પોલીસના પીઆઇ કે.ડી ગોહિલ પીએસઆઇ પીઆર સોલંકીની સૂચનાથી ડી સ્ટાફના રાજભા ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ, અશોકસિંહ, બીજલભાઈ, રામદેવસિંહ, જગદીશભાઈ વગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સિહોરના એસટી સ્ટેન્ડ પાસેથી એક શંકાસ્પદ બાઈક પસાર થતા તેમની પૂછપરછ કરતા વિશાલ દિનેશભાઈ રહે એકતા સોસાયટી સિહોર હોવાનું જણાવ્યું હતું અને અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુન્હામાં ફરાર હોવાની કબૂલાત જેમણે આપી હતી વિશાલને અમદાવાદ પોલીસમાં સોંપી આપવાની તજવીજ સિહોર પોલીસ દ્વારા કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here