
દેવરાજ બુધેલીયા
સિહોરના ગૂંદાણા વિસ્તારમાં આખલા પર હુમલો થયાની ઘટના બનતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે અહીં એક સવાલ એ થાય કે મૂંગા માલઢોર પશુઓ પર હુમલાઓ કરવાનું આખરે કારણ શું.? એ સમજ બહાર છે..સિહોરના ગુંદાળા વિસ્તારમાં આખલા પર જધન્ય કૃત્ય અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવ્યું છે તસ્વીર જોતા દેખાઈ આવે કે ત્રિક્ષણ મારેલુ છે આ બનાવની એક નામાંકિત તબીબને જાણ થતાં જેમને જીવદયા પરિવારને આખલાની સ્થિતિ અને ઘટનાની જાણ કરી હતી સિહોરના જીવદયા પરિવારના દેવરાજ બુધેલીયા અને ટિમ ગુંદાળા સ્થળ પર દોડી જઇ આખલાની પ્રાથમિક સારવાર કરી હતી ત્યારે આવા અમાનવીય કૃત્ય સામે લોકોમાં રોષ ફેલાયો છે