
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર મામલતદાર કચેરી ખાતે આવેલ એટીવિટી સેન્ટરે આવક અને જાતિના દાખલા અને ફોર્મ વિનામૂલ્યે આપવામાં આવે છે ખાસ કરીને થોડા દિવસોથી દાખલા અને ફોર્મની તંગી ઉભી થઇ છે લોકોને બહારથી પૈસા આપીને ખરીદી કરવા પડે છે અને કેટલાક અરજદારોને ધરમના ધક્કા થાય છે ત્યારે લોકોમાં આ બાબતે રોષ ફેલાયો છે આ અંગે પ્રજાભિમુખ અધિકારી નાયબ કલેકટર ગોકલાણી અને મામલદાર નિનામાં ઘટતું કરે તેવી લોકોને અપેક્ષા રહેલી છે