દેવરાજ બુધેલીયા
સિહોર શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ ઉંધીયુ-પુરી, દહીંવડા, ગુલાબ જાંબુ સહિતના સામગ્રીઓની જયાફત માણી શરદપુનમની ઉજવણી કરી હતી. મુખ્યબજારના આવેલ મિઠાઈ અને ફરસાણની દુકાને સવારથી જ ચટાકેદાર ઉંધીયું, દહીંવડા, ગુલાબજાંબુ સહિતની મિઠાઈનું વેચાણ શરૂ થઈ ગયું હતું. શરદપુનમ નિમિતતે લોકોએ ઉંધીયુ- દહીંવડા સહિતની સામગ્રીની ખરીદી કરી હતી. મોડી સાંજ બાદ શહેરના બાગ-બગીચા અને ગૌતમેશ્વર સહિતના સ્થળોએ ચંદ્રમાની શિતળ ચંદનીને માણવા લોકો ઉમટી પડ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here