સાફા માં સજ્જ રજવાડી ઠાઠ સાથે ક્ષત્રિયો રાજપૂતોએ વિશાળ રેલી નીકળી, ટાઉનહોલ ખાતે અનેકવિધ કાર્યક્રમો

દેવરાજ બુધેલીયા
દશેરા એટલે અસત્ય ઉપર સત્યનો વિજય. અંધકાર ઉપર ઉજાસનો વિજય. આજના દિવસે ક્ષત્રિયો તેમજ પોલીસ દ્વારા પોતામાં શસ્ત્ર નું પૂજન કરી ને ઈશ્વર ભગવાન માતાજીની પૂજા અર્ચના કરીને આશીસ મેળવતા હોય છે. શસ્ત્ર પૂજન કરવા પાછળ નો હેતુ હોય છે કે પોતાના પ્રાણ ના રક્ષણ માટે થઈને શસ્ત્ર ને શક્તિ સ્વરૂપ માનીને તેનું પૂજન કરવામાં આવે છે. શસ્ત્ર માં જ દેવીનો વાસ હોય છે તેવી એક આસ્થા સાથે તેનું પૂજન કરવામાં આવે છે. સિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દરબારગઢ ખાતે આવેલ જૂની મામલતદાર કચેરી ખાતે ભવ્ય શસ્ત્ર પૂજન સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકો માથે સાફા પહેરીને મોટી સંખ્યામાં શસ્ત્ર સાથે રેલીમાં જોડાયા હતા. સામુહિક શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલગોર દ્વારા વિધિવત શસ્ત્રને  જળ છાંટીને તેને પવિત્ર કરી તેમજ મહાકાળી સ્તોત્રનો પાઠ કરી તેના પર કંકુ, હળદરનું તિલક લગાડીને હાર- ફૂલથી શ્રૃંગાર ચઢાવીને ધુપ – દીવો બતાવીને તેનો મીઠો ભોગ લગાડી શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજન બાદ સમાજના તેજસ્વી તારલાઓ નું સન્માન કરવામ આવ્યું હતું. અહીં સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here