દેવરાજ બુધેલીયા
સિહોર શહેરના કેટલાક વોર્ડ અને અમુક વિસ્તારોમાં ગંદકીના સામ્રાજયથી દિન પ્રતિદિન માખી, મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના કારણે ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે સિહોરમાં સફાઈ તંત્ર દ્વારા કેટલાક વોર્ડના વિસ્તારોમાં સફાઈ હાથ ધરવામાં આવતુ ન હોય ચોતરફ ગંદકીના ઢગલાઓ ખડકાઈ રહ્યા છે. શહેરના શેરીઓ,ખાંચા ગલીઓમાં જયા જુઓ ત્યાં ગંદકીના થર જામી રહ્યા છે. જેના કારણે શહેરમાં તાવ, ટાઈફોડ, મેલેરીયા, ડેન્ગ્યુ, કમળો, ઝાડા ઉલ્ટી, પેસલેટ કાઉન્ટ ઘટી જવા, હાથ પગ, માથા તેમજ ગળાના દુખાવા જેવા રોગના દર્દીીઓની સંખ્યા વધી રહી છે. સિહોર નગરપાલિકાની ઉદાસીનતાથી આ કચરાના ઢગલાઓ સમયસર ઉપડતા નથી જેથી દુર્ગંધયુકત ગંદકીના ઢગલાઓ વિકસી અને વિસ્તરી રહ્યા છે. એટલુ જ નહિ કચરાપેટીની ગંદકી ઉભરાઈને જાહેર માર્ગ પર આવી રહી હોય રાહદારીઓને ફરજીયાતપણે ત્યાંથી પસાર થવામાં મોઢે રૂમાલ રાખવાની ફરજ પડે છે. એટલી હદે દુર્ગંધ પ્રસરી રહી છે.એટલુ જ નહિ આવા ઉકરડાઓ તેમજ કચરાપેટીની આજુબાજુ વસતા નાગરિકોને તો ફરજિયાત તેમના મકાનોના બારી બારણા બંધ જ રાખવા પડે છે. આ ઉકરડાઓનો નિકાલ કરવામાં  આવતો નથી એટલુ જ નહિ, તંત્ર દ્વારા જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવતો ન હોય ગંદકીના સામ્રાજયના કારણે દિન પ્રતિદિન માખી, મચ્છર અને જીણી જીવાતોનો ઉપદ્વવ વધી રહ્યો છે. જેના કારણે સિહોર શહેરના લોકોનું આરોગ્ય જળવાતુ નથી. તેથી ઘેર ઘેર માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here