સિહોરવાસીઓ માટે સરકાર દ્વારા દિવાળીની ભેટ

હરેશ બુધેલીયા
સિહોરમાં ગુજરાત ગેસ ની ઘરે ઘરે પાઇપ લાઇનના શ્રી ગણેશ વોર્ડ નં ૧ ના મહાગૌતમેશ્વર માંથી કરવામાં આવ્યા હતા. સિહોરની પ્રજા માટે દિવાળીની ભેટ કહીએ એવી ગેસ લાઈન સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. ગઇકાલે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા ના અધ્યક્ષ સ્થાને ઘરે ઘરે ગેસની લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી અનેક નિર્ણયો લીધા છે અને રાજ્યમાં ઘરે ઘરે ગેસ કનેક્શન પોહચે તે માટે સરકારનું પુરતું આયોજન છે જેના ભાગરૂપે સિહોર શહેરમાં ઘરે ઘરે ગેસ પોહચાડવા માટે છેલ્લા ઘણા સમયની પાઇપ લાઈનો નાખવાની કામગીરી શરૂ હતી હવે પૂર્ણતાના આરે પોહચી છે અને શહેરમાં ગેસ કનેક્શનો આપવાનું શરૂ થયું છે સમગ્ર શહેરમાં હવે પાઇપ આધારિત રાંધળ ગેસ કનેક્શન આપવામાં આવશે ગઈકાલે સિહોર શહેરના વોર્ડ નં ૧ માં પ્રથમ કનેક્શન આપવામાં આવ્યું છે કહી શકાય સરકાર દ્વારા શહેરના લોકોને દિવાળી ભેટ સમાન ગેસ લાઇનના શ્રી ગણેશ કરાયા છે અહીં લોકાર્પણ સમયે જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન થયું હતું જેની ઉપસ્થિતમાં ગેસ પાઇપ લાઈન કનેક્શન આપવાનું લોકાર્પણ થયું છે અહીં કાર્યક્રમમાં નગરપાલિકા ના પ્રમુખ દીપ્તિબહેન ત્રિવેદી સહિતના ભાજપના આગેવાન કાર્યકર સાથે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.