
દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને જિલ્લામાં તુલસીવૃંદના લાલની મહારાજ સાથેનો લગ્નાેત્સવ આજે ઉજવાયો છે શહેરના અનેક મંદિરોમાં આ પ્રસંગ ઉજવાયો છે બપોર બાદ શહેરના વિવિધ સ્થળોએ લગ્નગીતો ફટાણાની રમઝટ સાથે લગ્નાેત્સવ જેવો માહોલ સર્જાયો છે ઉત્સવ અને ધામિર્ક કાર્યક્રમો માટે જાણીતા સિહોર શહેરના તમામ સ્થળોએ આજ સવારથી પ્રસંગની તૈયારી થઇ ગઇ હતી સાંજ બાદ તુલસી અને લાલજી મહારાજનો લગ્નાેત્સવ ઉજવાયો હયો વિવિધ સંસ્થા દ્વારા આ અંગે વિશાળ શમિયાણા ઉભા કરાયા હતા મંદીના માર અને માેંઘવરીના ગ્રહણ વચ્ચે જે રીતે નવરાત્રી અને દિપાવલી પર્વ ઉજવ્યુ તેવી જ રીતે આજે દેવ દિવાળી પર્વે પણ લોકો આનંદ ઉત્સાહ સાથે ઉજવાયો છે હર્ષોલ્લાસ સાથે આ પ્રસંગની ઉજવણી થઈ છે.