સિહોરમાં દરેક ગરીબ વર્ગના લોકોને રેશનની રાહત સામગ્રી આપો – જયદીપસિંહ ગોહિલ

બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર દેશમાં કોરોના નો કહેર હોવાથી ભારત સરકાર દવારા ભારત ને લોકડાઉન કરવામાં આવ્યું છે જે ગુજરાત મા પણ છે જેને લીધે સિહોરના ગરીબ અને રોજમદાર મજુર વર્ગ ને તકલીફ ના પડે એવા હેતુ થી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દવારા દરેક રેશનકાર્ડ ધારકો ને અનાજ વિતરણ કરી રાહત સામગ્રી આપવાની જાહેરાત કરાઇ હતી જે ગઈકાલ ૧ એપ્રિલ ૨૦૨૦ થી શરૂ પણ કરાઇ છે પણ ફક્ત બી.પી.એલ. અને અંત્યોદય,સાથે નેશનલ ફુટ સિકયોરિટી અંતર્ગત NFSA રેશનકાર્ડ ધારકો ને જ, રાહત સામગ્રી મળી રહી છે જયારે સન.૨૦૧૧ થી કોઈ નવો સવેઁ કરાયો નથી અને ગરબીરેખા નીચે ના લોકો આ યોજના મા શામીલ થઇ શકયા નથી.

જેના લીધે આવા પરિવારો ને એ.પી.એલ રેશનકાર્ડ છે પણ તેમની હાલત આ લોકડાઉન મા ખુબજ કફોડી અને દયનીય છે અને સરકાર દવારા પણ જાહેરાત મા સ્પષ્ટ જણાવાયુ છે કે દરેક રેશનકાર્ડ ધારકો ને રાહત સામગ્રી અપાશે તો આ જાહેરાત નુ સંપૂર્ણપણે અમલ કરવામાં આવી રહયો નથી..ત્યારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિએ એવી રજુઆત અને માંગણી કરી છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નુ પ્રતિનિધિ મંડળ દવારા મુખ્યમંત્રી ને રજુઆત કરાઇ ત્યારે મુખ્યમંત્રી દવારા ખાત્રી આપવા આવેલ કે જેમની પાસે રેશનકાર્ડ નથી, જે એ.પી.એલ.રેશનકાર્ડ NFSA અંતર્ગત નોધાયેલા નથી તેમને અને સાથે પરપ્રાંતીયો ને પણ તમામ રાહત સામગ્રી મળી રહેશે.

તે ખાત્રી નુ સિહોરમા પણ સરકાર ની જાહેરાત નુ સંપૂર્ણપણે અમલ કરાવવા મા આવે અને અસંખ્ય પરિવારો કે જેઓ ખુબજ ગરીબ છે તેની હાલત દયનીય છે પણ એ.પી.એલ રેશનકાર્ડ હોવાથી આ રાહત સામગ્રી થી વંચિત રહી જાય છે તે ના રહે અને તેમને પણ આ લોકડાઉન મા રાહત મળે એવી માંગ સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here