દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં પર્વોની શ્રેણી દિપાવલી પર્વની ઉજવણી ચાલી રહી છે. મોટાભાગે વાઘબારસથી ભાઈબીજ સુધી ઉજવણી કરવામાં આવે છે. પર્વને લઈ કેટલાક લોકો દ્વારા ઘરોમાં રંગોળીની સાથે સાથે સીરીઝો તથા દિપકની રોશની કરવામાં આવતી હોય છે. સિહોર શહેરની મોટાભાગની સરકારી ઇમારતો બેંકો ધાર્મિક સ્થાનોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. પ્રકાશનું પર્વ દિપાવલી એટલે આનંદ, ઉલ્લાસ અને પ્રસન્નતાનો ઉત્સવ. દિપાવલીએ એક ઉત્સવ નહી પરંતુ ઉત્સવોનું સ્નેહસંમલેન છે.  ઘરમાં અસુરી શક્તિ ન આવે અને સુખ-સમૃધ્ધિ રહે તે માટે પણ પ્રકાશનો પર્વ ઉજવવામાં આવતો હોય છે. મોટાભાગે ધનતેરસથી ભાઈબીજ સુધીના પાંચ દિવસોની ઉજવણી રંગેચંગે કરવામાં આવતી હોય છે પરંતુ હિન્દુ સંસ્કૃતિમાં વાઘબારસથી ઉજવણી શરૂ કરી દેવામાં આવે છે. દિવાળી પર્વની ઉજવણી સાથે લોકો દ્વારા ઘરઆંગણે રંગબેરંગી રંગોળી બનાવવામાં આવી હતી. આકર્ષક ડીઝાઈન અને કલરોથી તૈયાર કરાયેલ રંગોળીને જોતાં જ મન પ્રફુલ્લિત થઈ જાય છે. સાથે સાથે કેટલાક પરિવારો દ્વારા ઘરઆંગણે રોશની પણ કરવામાં આવી છે. વિવિધ સીરીઝોની સજાવટ સાથે કરાયેલ રોશની અહ્લાદક લાગતી હોય છે. સાથે સાથે હિન્દુ સંસ્કૃતિની પ્રથા અનુસાર મોટાભાગના લોકોએ ઘરની આસપાસ દીવા પ્રગટાવીને પ્રકાશના પર્વની ઉજવણી શરૂ કરી છે. દિવાળી પર્વને લઈને સરકારી ઇમારતો દુકાનો અને કેટલીક બહુમાળી ઈમારતોને સીરીઝો લગાવી તેમજ દીવા કરી રોશનીથી સજાવવામાં આવ્યા છે. રાત્રિના સુમારે આ નજારો નયનરમ્ય લાગતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here