ગુંદાણાથી મુખ્ય બજારો વિવિધ વિસ્તારોમાં અડચણ લારી, પાથરણાવાળા, સામે તંત્રની લાલ આંખ, આજે તમામને સૂચનાઓ અપાઈ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન કથળતી જાય છે ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે જેનું નિરાકરણ યોગ્ય છે ત્યારે આજથી નગર તંત્ર દ્વારા મેગા ડીમોલેશન કાર્યવાહી હાથ ધરી છે હાઇવે રોડ રસ્તા પર અડચણ કરનાર સામે લાલ આંખ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સિહોરના છેવાડે વિસ્તાર ગૂંદાળાથી શહેરના મુખ્ય બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ડીમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને મેઈન બજાર વિસ્તાર જુના રજવાડા સમયની બાંધણીની હોય રસ્તાઓ ખુબ જ સાંકડા છે અને વસ્તી વધારાના કારણે ટ્રાફિકમા દિન પ્રતિદિન વધારો થતો જાય છે. શહેર ગુંદાણાથી વડલા ચોક સુધી હાઇવે અને ત્યાર બાદ વડલા ચોક મોટા ચોક સુધી મેઈન બજાર આવેલ છે. જેમાં હોસ્પીટલ, દુકાનો, શોપીંગ કોમ્પલેક્ષ, બેંકો, શાકમાર્કેટ પણ આવેલ છે. ત્યારે મેઈન બજારમાં ફ્રુટવાળા, કટલેરીવાળા, ખાણીપીણી ચીજો વાળા નાના મોટા લારી પાથરણાવાળાઓ વાળા પોતાની લારીઓ, કેબીનો ગોઠવી દઈ ધંધો કરતા હોય છે. એક તો સાંકડી બજાર તેમા લારી પાથરણાવાળાઓ કારણે વારંવાર રજૂઆતો થતી હતી આજે નગર પાલિકા તંત્ર આકરું બન્યું છે છેક ગૂંદાણા વિસ્તારથી આવતા દિવસોમાં ડીમોલેશન હાથ ધરવામાં આવશે આજે સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર બરાડ અને સ્ટાફ સાથે પોલીસ વિભાગના ઈન્દુભા સહિત મેઈન બજાર સહિતના વિસ્તારોમાં ફરીને અડચણ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here