તસ્વીર પાર્થ ત્રિવેદી (ભૂરો)
સિહોર શહેરમાં નિયમિત સફાઇના અભાવે ઠેર ઠેર જામેલા ગંદકીના થરથી રોગચાળો વકરી રહ્યો છે. દવાખાનાઓમાં દર્દીની લાઇનો લાગી રહી છે તેમ છતાં જવાબદાર નગરપાલિકા દ્વારા સેવાતા દુર્લક્ષ્ય સામે રોષની લાગણી ફેલાવા પામી છે. શહેરમાં સ્વચ્છતા અભિયાનના નામે સાવ મીંડુ જ છે. સિહોર શહેરના દરેક વોર્ડમાં તથા દરેક રોડ રસ્તાઓ પર તથા ખાંચા-ગલ્સલીઓમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીઓના થરો લાગી ગયા છે. કચરાપેટીઓ કે કચરા કુંડીઓ સમયસર ઉપડતી ન હોય એક એક માસ સુધી અમુક વિસ્તારોમાં આવા કચરાના ઉકરડા પડયા રહે છે. આવા ઉકરડાની કચરા કુંડીઓની આજુબાજુ વસતા નાગરિકોને ફરજિયાત પોત પોતાના મકાનોના બારી-બારણાઓ બંધ જ રાખવાની ફરજ પડે છે. એટલી હદે દુર્ગંધો મારે છે કે આવા વિસ્તારોમાં નીકળતા રાહદારીઓને પણ મોં ઉપર ફરજિયાત રૂમાલ રાખવો પડે છે જ્યાં જુઓ ત્યાં રોડ ઉપર ગટરો પણ ઉભરાવાની સમસ્યા અવાર-નવાર બને છે આવી ગંદકીઓના કારણે માખી-મચ્છરોનો ઉપદ્રવ દિનપ્રતિદિન વધતો જાય છે જેના કારણે રાત પડે ને જાણે સિહોર શહેરમાં મધમાખીઓના ઝુંડની જેમ મચ્છરોના ઝુંડ ઉડતા જોવા મળે છે અને આવા મચ્છરોના ત્રાસથી સિહોર શહેરની જનતાનું આરોગ્ય જોખમાઇ રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here