૩૮ નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા,ગુજરાત રાજ્યના મંત્રી જયેશ રાદડીયા, મનસુખ માંડવિયા જીતુભાઇ વાઘાણી, મનહર પટેલ સહિતના દિગગજ નેતાઓની સમારોહમાં હાજરી,

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં ગઈકાલ રવિવારે પટેલ સમાજનો ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્યના મંત્રીઓ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે આવતીકાલે રવિવારે સિહોર ખાતે પટેલ સમાજ આયોજિત સમૂહલગ્ન સમારોહમાં નેતાઓનો મેળાવડો જામ્યો હતો સિહોર તાલુકા પટેલ સમાજ ટ્રસ્ટ છેલ્લા ૧૯૯૫ થી સમુહલગ્નની સામાજિક પ્રવૃતિ કરી અને આજ સુધીમાં ૮૦૦ નવ યુગલોને લગ્નગ્રંથિ થી જોડી કુરીવાજો, ખોટા ખર્ચ અને સમયશકિતને બચાવવાના આ સામાજિક ક્રાંતિના મંડાણ સાથે કન્યા કેળવણી, વિધાર્થીઓને પ્રાેત્સાહિત કરવા ઇનામ વિતરણ જેવા કાર્યોથી રાષ્ટ્રનિમાર્ણમાં પ્રવૃતિશીલ રહી છે.દર વર્ષની પરંપરા મુજબ સિહોર મુકામે સિલ્વર જ્યુબીલી ૨૫ મો સમુહલગ્ન સમારોહ રવિવારે સવારે 9 કલાકે રેલવે ક્રાેસિંગ, ભાવનગર – રાજકોટ રોડ સરદારનગરી સિહોર ખાતે ૩૮ નવયુગલો પ્રભુતામાં પગલા પાડયા હતા જેમાં પ્રદેશ નેતાગીરી અને રાજ્યના મંત્રી જયેશ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમુહ લગ્નમાં સણોસરા ગામના વતની અને ગુરૂ આશ્રમ બગદાણાના મુક સેવક દાતા અને ટ્રસ્ટી સ્વ.બાલાભાઇ માંગુકીયા (સણોસરાવાળા) આ સંસ્થાના પ્રેરણાંસ્ત્રોત રહ્યા છે. બાલાદાદા પરિવાર દ્વારા આ સિલ્વર જ્યુબીલી મહોત્સવમાં એમના પુત્રરત્નો બટુકભાઇ માંગુકીયા અને મુકેશભાઇ માંગુકીયા (રામ ગ્રુપ આેફ ઇન્ડસ્ટ્રીઝ)ના આિથર્ક સહયોગથી સમારોહ યોજાયો હતો .આ સમારોહમાં અધ્યક્ષસ્થાને દાતા પરિવાર સાથે ઉદઘાટન સ્થાને જયેશ રાદડિયા, મનસુખ માંડવિયા જીતુ વાઘાણી, મનહર પટેલ સહિત કિરણ જેમ્સના માલિક વી.એસ.લખાણી ઉપિસ્થત રહેશે. તેમજ અનેક રાજસ્વી મહાનુભાવો, સામાજિક આગેવાનો જ્ઞાતિરત્નો, ઉદ્યાેગપતિઆે તેમજ સંતો મહંતોના આશિર્વાદ સાથે વિશાળ જનમેદનીમાં આ સમારોહ યોજાયો હતો આ સમુહલગ્નને સફળ બનાવવા સિહોર તાલુકાના દરેક ગામના યુવક મંડળો ઉત્સાહભેર કાર્ય કર્યું હતું ઉપસ્થિત સૌ નેતાગણે સમાજના સારા કાર્યોને બિરદાવીને આયોજકોની પ્રશંશા કરી હતી.