પીવાના પાણીની સમસ્યા મટી તો હવે રોડ પરના ખાડાની આપદા, તંત્રના બહેરા કાન અને આખે અંધાપો લોકોના જીવ લેશે, ઠેર ઠેર ડિસ્કો રોડ, રોડની મરામત કરોને કોની રાહ જુવો છે..કે લોકો મોતને ભેટે..પાછળ આપનો રાજીપો છે.? એવું તો નથી ને.?

સલીમ બરફવાળા
વર્ષો પછી પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે તેવું હાલ માની શકાઈ કારણકે છ વર્ષ પછી સિહોરનું ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું અને ભરાયું છે માટે હાલ એવું માની શકાય કે શહેરના લોકો જે સમસ્યા હતી તે વર્ષો તે પછી દૂર થઈ છે..પછી બધું ઈશ્વર આધીન હોઈ છે આગળ શું થાય તે કહી શકાય નહીં હાલ એવું માની લઈએ કે પાણીની સમસ્યા દૂર થઈ તો હવે શહેરના રોડ પરના ખાડાઓ બન્યા છે મોતના ખાડાઓ અને રીતસર યમરાજા બનીને અડીખમ ઉભા છે રસ્તાઓ પરના ખાડાઓ પરથી તમારી નજર હટી તો દુર્ઘટના પાક્કી તે લખી રાખજો તંત્રના બહેરા કાન અને આંખે અંધાપો લોકોના જીવ લેઇ તે પહેલાં મરામત હાથ ધરવી અનિવાર્ય છે અને રોડ પરના ખાડાઓના કારણે ડિસ્કો રોડની સમસ્યા ઉભી થઇ છે અને જેના પરિણામે રાહદારી અને વાહન ચાલકોને સામે પોતાનું મોત દેખાઈ તેવું જોખમ ઉભું થયું છે ત્યારે લોકોના જીવ લેવાઈ તેમાં જ આપનો રાજીપો છે..? રાહ કોની છે કરોને મરામત શરૂ..? કે પછી આ બાપડી પ્રજાને એક પછી એક આવી જ તકલીફોમાં જીવાડવી છે..