કાયદો અને વ્યવસ્થાને લઈ તાત્કાલિક અધિકારીની નિમણુંક, છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી જગ્યાએ વડોદરા ગ્રામ્યમાં ફરજ બજાવતા અધિકારીને સિહોર મુકાયા

મિલન કુવાડિયા
સિહોર પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી પીઆઇની જગ્યા આખરે પુરાઈ છે વડોદરા ફરજ બજાવતા અધિકારી કરણસિંહ ગોહિલ સિહોર પોલીસ મથકમાં પીઆઇ તરીકે મુકાયા છે અગાઉ એકાદ વર્ષ પહેલા સિહોર પોલીસ મથકમાં પીઆઇ અધિકારી તરીકે રાઉલજી મુકાયા હતા જોકે અંદાજે એકાદ વર્ષના સમય આજુબાજુ સિહોરના જીઆઇડીસી નં ત્રણમાં ગાંધીનગર વિજિલન્સ ટીમે વિદેશી દારૂની રેડ મામલે પીઆઇ રાઉલજી સસ્પેન્ડ થતા છેલ્લા એકાદ વર્ષના સમયથી ખાલી પડેલી જગ્યામાં સિહોરના પોલીસ અધિકારી પ્રણવ સોલંકી ઇન્ચાર્જ પીઆઇ તરીકેના ચાર્જમાં હતા થોડા સમય પહેલા ગૃહ વિભાગ દ્વારા પીએસઆઇ માંથી પીઆઇના પ્રમોશન બદલી સાથે અધિકારીઓને બઢતી આપી છે જેમાં ભાવનગર જિલ્લાના પણ કેટલાક અધિકારીઓની બદલી સાથે બઢતી થઈ છે જેમાં વડોદરા ગ્રામ્યમાં પીએસઆઇ તરીકે ફરજમાં રહેલા કરણસિંહ ગોહિલને પણ પીઆઇ તરીકે બઢતી મળી છે જેઓને આજે સિહોર પોલીસ મથકમાં પીઆઇ તરીકે એકાદ વર્ષથી ખાલી પડેલી જગ્યાએ મુકાયા છે અને નિમણુંક થઈ છે અને કરણસિંહ ગોહિલે આજે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here