જિલ્લા ડોક્ટર સેલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ સાથે બ્લડ ડોનેશન કેમ્પ નું ભવ્ય આયોજન, હજારોની સંખ્યામાં દર્દીઓએ લીધો લાભ, આપ્યા પીએમ ને આશીર્વાદ

દેવરાજ બુધેલીયા
આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ દામોદરદાસ મોદીના જન્મદિવસ ની સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. પીએમ મોદી આજના દિવસે સવારે ગુજરાત આવી પોતાના માતા ના આશીર્વાદ લઈને સાંજે માં નર્મદા ની પૂજા કરી આશિષ મેળવ્યા છે. ત્યારે સિહોર ખાતે જિલ્લા ડોકટર સેલ દ્વારા શહેરની મોઢ મહાજન જ્ઞાતિ વાડી ખાતે પ્રધાનમંત્રી સાહેબના જન્મદિવસ નિમિતે એક મેગા સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજક કરાયું હતું અહીં સર્વરોગ નિદાન કેમ્પના અલગ અલગ રોગના અસંખ્ય દર્દીઓનું નિષ્ણાત તજજ્ઞ ટિમો દ્વારા નિદાન કરીને સારવાર કરવામાં આવી હતી. અને દર્દીઓને સ્થળ પર દવા આપવામાં આવી હતી આજના જન્મદિવસ ની અનોખી ઉજવણીમાં જરૂરિયાત મંદ દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને સાથે જ લોકલાડીલા પ્રધાનમંત્રી સાહેબને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી હતી.