સિહોર સહિત જિલ્લામાં ૬૦૭૦૦ પૈકી ૩૯૯૬૧ ઉમેદવારો હાજર રહ્યા, અંદાજીત ૨૦૭૩૯ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાથી દૂર રહ્યા

ગૌણસેવા પસંદગી મંડળના ક્લાર્ક, ઓફીસ આસિસ્ટન્ટ સહિત જગ્યાઓ માટે પરિક્ષા હતીઃ બે કલાકના પેપરમાં 65 પ્રશ્નો બંધારણના પુછાયા

દેવરાજ બુધેલીયા

સિહોર સહિત જિલ્લામાં ગઈકાલે રવિવારે તાલુકામાં અલગ-અલગ ૧૯૫ સેન્ટરો ખાતે બિન સચિવાલય ક્લાર્ક તેમજ ઓફીસ આસિસ્ટન્ટની પરિક્ષા યોજાઈ હતી. આ પરિક્ષા ૬૦૭૦૦ પૈકી ૩૯૯૬૧ ઉમેદવારો પરિક્ષામાં બેઠા હતા જ્યારે ૨૦૭૩૯ પરિક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ બિન સચિવાલય ક્લાર્ક તેમજ ઓફીસ આસિસ્ટન્ટની પરિક્ષા સિહોર સાથે જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં બહુમાળી મકાનોમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. ૧૯૫ જેટલી બિલ્ડીંગમાં ગોઠવાયેલ બેઠક વ્યવસ્થામાં ૩૯૯૬૧ ઉમેદવારો બેઠા હતા. ૨૦૦ માર્ક્સના પૂછાયેલા પ્રશ્નપત્રમાં ૬૫થી વધુ પ્રશ્નો ભારતીય બંધારણ સહિતને લગતા પ્રશ્નો પૂછતા ઉમેદવારોને એકંદરે પ્રશ્નપત્ર હળવું લાગ્યું હતું. આ પરિક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર તમામ સેન્ટરો પર સિહોર પોલીસ દ્વારા પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here