રોજજે બે ચાર ઘેટાં બકરાઓ મરતા હોવાનું પશુપાલક જણાવે છે રસી અપાઈ છે પણ ફેર પડતો નથી..રોગ જીવલેણ છે

દેવરાજ બુધેલીયા
સિહોર અને તાલુકામાં ઘેટાં – બકરામાં ભેદી રોગચાળો ફેલાયો છે, છેલ્લા ૧૫ થી ૨૦ દિવસથી ટપોટપ ઘેટાં – બકરા મોતના મુખમાં હોમાઈ રહ્યા છે જેના કારણે માલધારીઓમાં ભારે રોષ ફેલાયો છે, સિહોર શહેર અને આજુબાજુના વિસ્તારો અને પંથકમાં ઘેટાં – બકરામાં ભેદી રોગ ચાળો ફેલાયો છે. રોજેરોજ ચાર પાંચની સંખ્યામાં ઘેટાં – બકરા મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે તબીબો દ્વારા રસી અપાઈ છે પરંતુ ફેર પડતો નથી પશુઓને મોઢા માંથી લોહી નીકળે છે અને બાદમાં મોતને ભેટે તબીબોની સારવારનું પણ રિઝલ્ટ મળતું નથી ત્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માલધારી પરિવારોએ માંગણી કરી છે.