અહીં માત્ર મતોનું રાજકારણ ચાલે છે કોઈને લેશમાત્ર પીડાતી પીસાતી પ્રજા કે મુશ્કેલીમાંથી પસાર થતા ખેડુની પડી નથી, અહીં સત્તાની સાંઠમારી ચાલે છે બધી
ધારાસભ્યો કે સાંસદ મત લેવાના હોઈ ત્યારે પ્રજા વચ્ચે જાય છે બાકી કોઈ ભોજયો ભાઈ પણ ડોકાતું નથી કે સાંભળતું નથી

દેવરાજ બુધેલીયા
સિહોર માર્કેટયાર્ડ બનાવવા થોડા વર્ષો પહેલા જાહેરાતો થઈ અને હોદ્દેદારો નિમાયા ઘણું બધું થયું એકાદ વખત મગફળીની ખરીદી પણ થઈ પંથકના ખેડૂતોને નવી આશા સાથે રાહતની લાગણી પણ થઈ હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી યાર્ડની અવદશા ધુળ-ઘાણી થઈને પડી છે હાલની કમનસીબી એ છે ગઈકાલે ભાવનગર જિલ્લાના કેટલાક સેન્ટરો પર સરકાર દ્વારા કેન્દ્રો શરૂ કરીને ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે પરંતુ સિહોરમાં યાર્ડ હોવા છતાં સિહોર સાથે પંથકના ખેડૂતોને બીજા સેન્ટરો પર મગફળી વેચવા જવું પડે છે અહી મતોનું રાજકારણ અને સત્તાની સાંઠમારી ચાલે છે પીડાતી પ્રજાની કે મુશ્કેલી માંથી પસાર થતા ખેડુની કોઈને પડી-બડી નથી ચૂંટણીઓ આવે ત્યારે મતો માટે નીકળી પડતા પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટણીના પરિણામો પછી અહીં ભોજયો ભાઈ પણ ડોકાતો નથી અને વિપક્ષ પણ સ્થાનિક લેવલે નબળો પડી રહ્યો છે સિહોર શહેર છોટે કાશી તેમજ ઔધોગિકક્ષેત્રે અગ્રેસર રહયું છે. પરંતુ હાલના સમયે સિહોર વિકાસમાં લીધે પાછળ ધકેલાતુ જાય છે. સિહોર શહેરમાં સારી સુવિધા જેવું કાંઇ નથી અને જો કોઇ સુવિધા ઉભી થવાની હોય તોય તે અટકી જાય છે. સિહોર શહેરમાં સુવિધાયુકત માર્કેટયાર્ડ બનવા જતું હતું. ત્યારે માત્રને માત્ર રાજકરણને લીધે આ સુવિધા અટકીને ઉભી છે. સિહોર શહેર અને તાલુકાનાં ધરતીપુત્રોની કમનસીબી કેવી કે તેઓને પોતાના તાલુકામાં યાર્ડ હોવા છતા બીજા તાલુકામાં પોતાનો અમુલખ પાક ખાનગી વાહનોમાં લઇ જઇ વેચવા જવો પડે છે. આ બાબતે હવે યોગ્ય કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે ધરતીપુત્રોના હીતમાં રાજકરણને એકસાઇડ મુકી જો યાર્ડની કામગીરી શરૂ કરવામાં આવે તેવું ધરતીપુત્રો ઇચ્છી રહયા છે.