
યાસીન ગુંદીગરા
આગામી ૧૧ તારીખ અને બુધવારના રોજ મોહરમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક સિહોર ખાતે ડે કલેકટરની અધ્યક્ષતા અને મામલદારની ઉપસ્થિતમાં મળી હતી. મોહરમ પર્વ શાંતિપૂર્ણ રીતે કોમી એક્તા વચ્ચે પૂર્ણ કરવા તમામ આગેવાનોને અપીલ કરવામાં આવી હતી. ભાઈચારા અને કોમી એખલાસની ભાવના સાથે સંપન્ન થાય તે માટે અનુરોધ કરાયો હતો. મામલતદાર ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે આજે સવારે યોજવામાં આવેલી શાંતિ સમિતિની બેઠકમાં મોહરમ ઝુલુસ સંદર્ભે સુવિધા અને તેના રૂટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઝુલુસ સમયસર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કોમી એકતાની સદભાવના જળવાય રહે તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. બન્ને સમુદાયના આગેવાનો બને પર્વ ઉત્સાહ, ઉમંગ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ તે માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી.