
હરેશ બુધેલીયા
ઇસ્લામના મહાન પયગંબર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના જન્મ દિવસ નિમિત્તે સિહોરમા પરમદિવસે તા.૧૦ નવેને રવિવાર મુસ્લિમ સમાજ દ્વારા ઇદે-મિલાદના પર્વની શાનદાર ઉજવણી થશે. સિહોરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદની શાનદાર ઉજવણી કરવામાં આવશે ભવ્ય ઝુલુસ શહેરના માર્ગો ફરશે જેની તૈયારીઓ પણ કરી લેવાઈ છે સિહોરમાં પરંપરાગતબે ઝુલુસો નીકળે છે એક ગરીબશાહપીર દરગાહ અને લીલાપીર વિસ્તારમાંથી શરૂ થાય છે અને બન્ને સુરકાના દરવાજા ખાતે ભેગા થઈ જાય છે બાદમાં ખાટકીવાડ, પ્રગટેશ્વર રોડ, મેઈન બજાર, મકાતનોઢાળ, જલુનોચોક, ઘાંચીવાડ, યકીનશાહ પીર દરગાહ સહિત વિસ્તારોમાં માર્ગો પર શાનોશૌકતથી ફરશે અને લીલાપીર મેદાન ચોકમાં પૂર્ણ થશે. રવિવારે નિકળનારા આ ઝુલુસમાં ઘોડેસવારો, ઉંટગાડી, બગી, ઘોડાગાડી, ટ્રકો, બેન્ડવાજા વિ. જોડાશે. મુસ્લિમ સમાજના બાળકો વેશભૂષા સાથે તથા નબી સાહેબના રોજાની પ્રતિકૃતિ સાથે બેનરો આ ઝુલુસમાં પૂરી શાનો શૌકતથી જોડાશે.