બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં ઠેરઠેર ગણપતિ મહોત્સવ ના આયોજન કરવામાં આવ્યા છે. હરરોજ અલગ અલગ આંગી દ્વારા ગણપતિ માં દર્શન રાખવામાં આવે છે. સિહોરની ધોળકિયા શેરીમાં આવેલા ગણપતિ મહોત્સવ માં રાષ્ટ્પ્રેમ ની થીમ ને સાંકળતી અમરનાથ ની બરફની લિંગ ની અદભુત આંગી કરવામાં આવી હતી. રાષ્ટ્ર ધ્વજ ના રંગો ને આવરી લેતી બરફની મોટી જબરદસ્ત શિવલિંગ ઘડવામાં આવી હતી. આ અમરનાથ ના દર્શન કરવાં માટે સિહોરની ભાવિક જનતા નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. સાક્ષાત અમરનાથ ને સિહોરની ધોળકિયા શેરીમાં ઉભા કરવામાં આવ્યા હોય તેવું એક નયનરમ્ય આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here