સરકાર ગ્રાન્ટ તો ફાળવે છે પણ જરૂરિયાત પ્રમાણે અને જરૂરિયાત જગ્યાએ નહિ વપરાતી હોવાનો વિપક્ષનો આક્ષેપ

રસ્તાના નબળા કામ અંગે ચોક્કસ નમુના સાથે વિપક્ષેએ કરેલી રજૂઆત બાદ પણ તંત્ર પગલા ભરશે.? તે એક મોટો સવાલ છે

દેવરાજ બુધેલીયા
હાલ સિહોરમાં શહેરી વિસ્તારનાં રોડ રસ્તાઓના રીપેરીંગ કામો માટે સરકારે સવા કરોડ કરતા વધુ રકમની ફાળવણી કરી છે જોકે વિપક્ષની આવેલી અખબાર યાદીમાં જણાવાયું છે કે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સવા કરોડ કરતા વધુ રકમ વરસાદના કારણે રોડ રસ્તાઓના રીપેરીંગ માટે સરકારે ફાળવ્યા છે પરંતુ અહીં આ રકમનો સદ ઉપયોગ કરવાના બદલે પાલિકાના પોતાના મનાતા કોન્ટ્રાકટરોને સવલત આપવાના આશયથી પેચિંગ રોડ કરવાના બદલે પેવિંગ રોડ બનાવી અગાઉ જે રોડ નબળી ગુણવત્તાનો માલ સામાન વાપરી બનાવવામાં આવેલ તેને ઢાંક પીછોડો આ રકમ વાપરવામાં આવતી હોવાનું વિપક્ષનું કહેવું છે અને જે જગ્યાઓ પર હાલ રોડના કામો શરૂ છે ત્યાં લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ સર્જાઈ છે વિપક્ષની એવી પણ માંગણી છે કે હાલ જે જગ્યાઓ પર રોડની કામગીરી શરૂ છે ત્યાં કેટલીક પ્રકારની ક્ષતીઓ રહી છે તે શહેરના લોકોને હેરાન અને મુશ્કેલીઓમાં મુકનારી બાબત છે વિપક્ષનું કહેવું છે કે જ્યાં રોડનું કામ ચાલુ છે તે જગ્યાઓ પર ચાર ઇચનું દળ ચડાવવામાં આવે છે જેના કારણે આજુબાજુની સોસાયટીના મકાનોના ફળિયાના લેવલ નીચા જતા હોય અને જ્યારે ભવિષ્યમાં વરસાદી પાણીની આવક થાય કે નગરપાલિકાની ગટરો ઉભરાઈ ત્યારે આ પાણી લોકોના ઘરમાં કે દુકાનોમાં ઘુસી જવાની ભીતિ રહેલી છે ઉપરાંત આ રોડની કામગીરી પછી આજુબાજુમાં જે માટી કામ કરવું જોઈએ તે પણ કોન્ટ્રાક્ટરો દ્વારા જતું નથી જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનો કે સ્કૂલે જતા બાળકો સાઇકલ લઈને પસાર થતા હોય રોડના કારણે ઉપરથી પડી જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે બનતા રોડોમાં આવી અનેક પ્રકારની ક્ષતી રહેલી છે તેમ છતાં સત્તામાં બેઠેલા શાસકોનું કે અધિકારીના પેટનું પાણી હલતું નથી આ તમામ બાબતે આજે વિપક્ષ દ્વારા ચિફઓફિસરને રજૂઆત કરીને યોગ્ય કરવાની તાકીદ કરવાની માંગણી કરી છે અન્યથા આંદોલનની ચીમકી પણ વિપક્ષ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here