ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે જૂના સિહોરમાં મકાનો ધરાશાયી થઈ રહ્યા છે બાબત ચિંતાજનક

હરેશ બુધેલીયા
સિહોરમાં અને પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ધીમી ધારે અને વરસાદી પડી રહેલા વરસાદને કારણે કેટલાક જૂના મકાનો ધરાશાયી થઇ રહ્યા જે બાબત ચિંતાજનક છે અને આ મકાન પડી જતાં જે તે પરિવારોને હજારો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે. જેમાં સિહોરની પંડ્યા શેરી ઢસાપા દવેશેરી વિસ્તારના પાંચથી છ મકાનોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે જેને કારણે કેટલાક ઘરોમાં રહેલ ટી.વી.,ફ્રીઝ,વોશિંગ મશીન સહીતની અન્ય ઘરવખરી ભાંગીને ભુકકો થઇ છે જેના કારણે પરિવારોને હજારો રૂપિયાના નુકશાની થયું છે